મહેસાણામાં વેપારી ગાડી પાર્ક કરી સામાન લેવા ગયા, પાછળથી ગાડીની થઈ ચોરી


મહેસાણા શહેરમાં નીચા ભાટવાડા વિસ્તારમાં સ્ટેશનરીની દુકાન ચલાવતા પ્રકાશભાઈ બારોટ પોતાની GJ02 BA 6436 નંબરની ગાડી દુકાન પાસે બપોરે પાર્ક કરી સામાન લેવા ગયા .એ સમયે ગાડીની ચાવી ગાડીમાં ભૂલી ગયા હતા. ત્યારબાદ સામાન લઇ પાછા ફર્યા એ દરમિયાન ગાડી નજરે ન પડતા તપાસ કરી તેમ છતાં ગાડી ક્યાંક ન મળતા છેવટે તેઓ મહેસાણા એ ડિવિઝન પોલીસમાં ગાડી ચોરી બાબતે ફરિયાદ દાખલ કરાવી હતી.
વેપારીએ પોલીસમાં જાણ કરી વેપારીના જણાવ્યા અનુસાર પોલીસે તપાસ કરી એ દરમિયાન ગાડી તોરણવાડી થઈ મેવડ ટોલ બુથ થઈ નીકળી ગઈ હોવાનું જણાવ્યું હતું. હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે.