નખત્રાણા તાલુકાના ઉગેડી ગામ નજીક માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ – ભુજ

હાલ રાજયમાં પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી , ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન , હેરફેર , વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અન્વયે શ્રી જે .આર.મોથાલીયા સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી , સરહદી રેન્જ , ભુજ તથા શ્રી સૌરભ સિંઘ સાહેબ , પોલીસ અધિક્ષકશ્રી , પશ્ચિમ કચ્છ – ભુજઓએ એન.ડી.પી.એસ.ની પ્રવૃતિ સાથે જોડાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જેથી એન. ડી.પી.એસ.ની બદી સદંતર નાબુદ કરવા એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.વી.ભોલાનાઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઇ , જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા , દરમ્યાન ગઇકાલ તા .૨૫ / ૦૯ / ૨૦૨૨ ના રોજ એસ.ઓ.જી.ના પો.હે.કો. મદનસિંહ લાલુભા જાડેજાનાઓને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે નખત્રાણા તાલુકાના ઉગેડી ગામથી થોડે આગળ આવેલ હનુમાન ટેકરી નામની જગ્યાએથી ( ૧ ) બાલકનાથ ગુરૂકૈલાશનાથ ઉવ .૫૨ , રહે . મુળ . મધ્યપ્રદેશ હાલ . રહે . ઉગેડી ગામ પાસે , હનુમાન ટેકરી , નખત્રાણા – માતાના મઢ હાઇવે રોડ , ઉગેડી સીમ , તા . નખત્રાણા ( ર ) રાજેશ લાલજીભાઇ ભાટીયા , ઉવ .૩૫ , રહે . દેવાશિષ હોસ્પિટલ સામે , વૃંદાવન સોસાયટી , નખત્રાણા કચ્છ ( ભુજ ) વાળાઓ પાસેથી કુલ્લે માદક પદાર્થ ગાંજો જેનું વજન ૭.૨૫૦ કિગ્રા . કિ.રૂ .૭૨,૫૦૦ / -નો નાર્કોટીકસનો મુદામાલ ઝડપી પાડી ઉપરોક્ત બંને ઇસમો વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . આ કામગીરી એસ.ઓ.જી.નાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.વી.ભોલા સાહેબ તથા એ.એસ.આઇ. જોરાવરસિંહ જાડેજા , ઘનશ્યામસિંહ જાડેજા તથા પો.હે.કો. મદનસિંહ જાડેજા , રજાકભાઇ સોતા , ધર્મેન્દ્રસિંહ ગોહિલ , તથા પો.કોન્સ.મહિપતસિંહ સોલંકી તથા વુ.પો.કોન્સ . વર્ષાબેન ચૌધરીનાઓ એ કરેલ છે .