આદિપુરમાં પાંચ જગ્યાએ દેશી શરાબ પર ત્રાટકી આરઆર સેલ પોલીસ.

જોડિયા શહેર આદિપુરમાં આર.આર.સેલ. પોલીસે જુદા-જુદા પાંચ સ્થળે દેશી શરાબના દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં પાંચ શખ્સો રૂ. ૪૩,૫૮૦/-ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. પોલીસના સત્તાવાર સાધનોએ માહિતી આપતા જણાવ્યુ હતું કે આદિપુરની ૭વાળીના આજુબાજુના વિસ્તારમાં આર.આર.સેલ પોલીસ ટુકડી ત્રાટકી હતી. જુદી-જુદી પાચ જગ્યાએ થયેલી કાર્યવાહીમાં રવા ખોડાભાઈ આહીર,ભરત રામજીભાઇ માલી, રાજેશ તોલારામ જેશીગાણી, કિશન દેવજીભાઇ અરણીયા, રૂપેશભાઈ અરજણભાઈ ગુલવાણી પકડાયા હતા. આ શખ્સો પાસેથી દેશી શરાબ કુલ ૧૮૧ લિટર કિંમત રૂ ૩૫૮૦ તથા ગાડી કિંમત રૂ ૪૦ હજાર સાથે કુલ ૪૩,૫૮૦ નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. રેન્જ સ્તરે દેશીની બદી સામે કાર્યવાહી હાથ ધરાતા સ્થાનિક પોલીસ ટિમ ચિંતામાં મુકાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *