ભચાઉમાં અંબે મા મંદિરમાથી દાનપેટી તોડી કરાઇ ૧૨ હજાર ની લૂટ.

0
2017_3largeimg06_Mar_2017_111535477

ભચાઉમાં ધોળા દિવસે અંબેમાંના મંદિરમાથી શખ્સો દાનપેટી તોડીને અંદાજિત રૂ. ૧૦ થી ૧૨ હજારની માલમતા લઈ ગયા હોવાનો બનાવ ભચાઉ પોલીસ મથકે નોંધાતા દોડદામ મચી હતી. પોલીસ સાધનોએ જ્યેશભાઈ દામજીભાઈ મૈશેરીની ફરિયાદને ટાંકીને વિગત આપતા જણાવ્યુ હતું. ભચાઉના કાળિયાવાસમાં આવેલા માં અંબાજી ના મંદિરને શખ્સોએ ધોળા દિવસે નિશાન બનાવ્યું હતું. નિશાચરો સવારે ૧૧ વાગ્યાથી ૧ વાગ્યા સુધીના સમયમાં મંદિરની અંદર પ્રવેશીને દાનપેટી તોડીને અંદાજિત ૧૦ થી ૧૨ હજારની માલમતા લઈ ગયા હતા. પોલીસ અજાણ્યા શખ્સો સામે ગુનો નોધી આગળ ની તપાસ પી.આઈ શ્રી ભાટિયાએ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *