સુથરીમાં પરણીતાના ઘરમાં ઘૂસીને ઘાતક હુમલો કરાયો.

અબડાસાના સુથરી ગામે ઘરમાં ઘૂસીને પરણીત યુવતી ઉપર ઘાતક હુમલો કરાયો હોવાના એકાદ મહિના જૂનો બનાવ વિશે અંતે ગુનો દાખલ કરાયો હતો. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ ગત તા. ૧૮/૯ ના બનેલા આ બનાવ વિશે ગામના જ મામદ સિધિક સુમરા સામે ભોગ બનનારે ફરિયાદ લખાવી હતી.પરણીતાના ઘરમાં ઘૂસીને આરોપીએ તેની આબરૂ લેવા માટે પ્રયાસ કર્યો હતો. આ સમયે રાડારાડ થતાં આરોપી ધમકી આપીને નાશી ગયો હતો. તેવું ફરિયાદમાં લખવામાં આવ્યું હતું. કોઠારા પોલીસે ગુનો નોધી આગળ ની તપાસ હાથ ધરી છે.