પ્રાગપર ગામે ગરબીમાં માથાકૂટ ન કરવા ઠપકો આપતાં તેનું મનદુ:ખ રાખી યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ.

રાપરના પ્રાગપરમાં નવરાત્રીમાં માથાકૂટ ન કરવા ગામના શખ્સને ઠપકો આપતાં તેનું મનદુ:ખ રાખીને યુવાનને ધીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. ગુરુવારે સાંજના સમય દરમિયાન આ બનાવ બનેલ હતો, જેમાં ગત મંગળવારના પ્રાગપર ગામે રામજી દેવજી પોલાર(પટેલ)એ આરોપી ભીખા વેલા કોલીને નવરાત્રીમાં માથાકૂટ ન કરવા ઠપકો આપેલ હતો. તે દરમિયાન ગત ગુરુવારના સાંજના સમયમાં રામજી ગામમાં આવેલ પપુ તુલસી લુહારની દુકાન સામે હતો. ત્યારે આરોપી ભીખા કોલી ત્યાં ઘુસી જઈ તને બહુ હવા છે?એમ કહીને ગાળો આપેલી હતી. જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપી હતી. રાપર પોલીસે રામજીની ફરિયાને ધ્યાને લઈ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથમાં ધરી હતી.