આસરે દસેક દિવસ અગાઉ ગાંધીધામ તાલુકાનાં આંતરજાળમાં રસોઈ બનાવતા દાઝી ગયેલા યુવાને આખરે દમ તોડ્યો.
![]()
ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામે દસેક દિવસ આગઉ રસોઈ બનાવતા દાઝી ગયેલા યુવાને સવારના અરસામાં દમ તોડી દેતા ગમગીની પ્રસરી ગઈ હતી. આદિપુર પોલીસ મથકેથી સહાયક ફોજદાર ધર્મેન્દ્ર જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, તાલુકાના અંતરજાળમાં આ બનાવ બનેલ હતો. ગામમાં રહેતા એક યુવક જેઓ ગઈ તા. 9/10ના બપોર ના અરસામાં પોતાના ઘેર રસોઈ બનાવતા હતા,ત્યારે કોઈ કારણસર શરીરે ગંભીર પ્રકારે દાઝી જતાં તેમને આદિપુર બાદ વધુ સારવાર અર્થે ભુજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ કાળજોગ યુવાનને સારવાર કારગત નીવડે તે પહેલા જ સવારના સમયે અંતિમ શ્વાસ લઈ લેતા દુ:ખદ વાતાવરણ છવાઈ ગયું હતું.