આણંદની પરિણીતાએ કેરોસીન છાંટી જાતને સળગાવી આપઘાત કર્યું

image-297
copy image

આણંદ શહેરના પોલસન ડેરી રોડ પર રહેતી પરિણીતાએ કોઇ અગમ્ય કારણોસર કેરોસીન છાંટી જાત સળગાવી દેતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બાબતે શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આ બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી છે.

આણંદ શહેરના પોલસન ડેરી રોડ પર આવેલા ખાટકીવાડમાં રહેતા શીફાબહેન સહેજાદ કુરેશી (ઉ.વ.25)ના એક વર્ષ પહેલા જ લગ્ન થયાં હતાં. આ લગ્ન જીવન દરમિયાન 17મીની મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર શીફાબહેને ઘરે કેરોસીન છાંટી જાત સળગાવી દેતાં ગંભીર રીતે દાઝયા હતા. જેમને તાત્કાલિક સારવાર અર્થે કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેમનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. આ બાબતે શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષકને સોંપઇ છે.