મોટી વરંડીમાં જીપકાર તળે માસૂમ બાળાને માથામાં ગંભીર ઇજા.

અબડાસાના મોટી વરંડી ગામે ગામના બસ સ્ટેન્ડ પાસે સ્કોરપીયો જીપકાર હડફેટે આવી જવાથી સાત વર્ષની બાળા હેતલને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગઇકાલે બપોરે અકસ્માતનો આ બનાવ બન્યો હતો. અકસ્માત બાદ અજાણી સ્કોરપીયો જીપકારનો ચાલક વાહન ભગાડીને નાસી ગયો હતો તેવું ઇજાગ્રસ્ત બાળકીના મામા રેલડિયા મંજલના હમીરભાઈ પચાણ મહેશ્વરીએ પોલીસ ફરિયાદમાં લખાવ્યું હતું. કોઠારા પોલીસે જીપકારના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *