ભુજ તાલુકાનાં કુકમાં ગામે ગાયને બચાવા જતાં બાઇકને બ્રેક મારતા બાઈક સ્લીપ થઈ જવાથી યુવાનને ઇજા
ભુજ તાલુકાના કુકમામાં માર્ગ વચ્ચે ગાય આડે આવી જતાં બાઇક સ્લીપ થઈ જવાથી ઘાયલ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કુકમાં ગામે રહેતા ગોપાલજી જયંતીજી ઠાકોર નામનો યુવાન પોતાની મોટર સાયકલથી કુકમાં ગામે જતો હતો ત્યારે લાયન્સ સ્કુલ નજીક માર્ગ વચ્ચે ગાય આવી જતાં તેને બચાવવા મોટર સાઇકલની ગતિ ધીમી કરવા બ્રેક મારતાં બાઇક સ્લીપ થઈ હતી જેને પરિણામે ગોપાલજીને માથાના ભાગે અને પેટની પાંસડીમાંઓમાં ઇજા થતાં સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પધ્ધર પોલીસે બનાવની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.