કબુતર ચોરી બાબતે કરાલેયા હુમલામાં પકડાયેલો આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર

ગત 17મીના રાત્રે રામનગરી વિસ્તારમાં કબુતર ચોરીના વહેમ બાબતે હુમલો કરાયાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. મામલાની તપાસ એલસીબીને સોંપાયા બાદ આ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરીને કોર્ટ રજુ કરવામાં આવતા ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમનો સભ્ય એવો આ આરોપીએ અદાલત સામે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇએ માર માર્યાનું કહી હોસ્પિટલમાં દાખલ થયો હતો. જો કે, પોલીસે આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અને હાલમાં ઘટાના સબંધિત જીણવટભરી તપાસ કરાઇ રહી છે.

ભુજના કેમ્પ એરિયાના રામનગરી વિસ્તારના ચારણવાસમાં રહેતા રિક્ષા ચાલક જાવેદ ઇસ્માઇલ બુઢા મીંઢા તેમના મિત્ર સાથે જતો હતો ત્યારે કબુતર ચોરી બાબતે સુનિલ કૈલાશ, હેમંત કરસન, દિનેશ કરશન અને લખમણે આવીને જાવેદ પર હુમલો કરીને માથા, હાથ પગ અને પીઠના ભાગે લોખંડના પાઇપ, ધોકાથી ઇજા પહોંચાડી.

આ કેસની તપાસ દરમિયાન હુમલો કરનારાઓમા વધુ એક ઓવૈસીના પાર્ટીના ભુજ વિધાનસભાનો પ્રભારી એવો આરોપી મુજાહિદ અલીમામદ હિંગોરજા નામ સામે આવતાં બી ડિવિઝન પોલીસએ મુજાહિદની ધરપકડ કરી હતી. તેમજ સમગ્ર કેસની તપાસ 25મી સપ્ટેમ્બરના એલસીબીને સોંપવામાં આવી હતી. હુમલાની ઘટનામાં હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરવામાં હતો. આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. દરમિયાન આરોપીએ કોર્ટમાં બી ડિવિઝન મથકના ઇન્સ્પેકટરે માર માર્યો હોવાનું જણાવી હોસ્પિટલમાં દાખલ થયો હતો. પોલીસે ઘટનામાં આરોપીઓના વધુ પુરાવાઓ એકત્ર કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.