વંથલી પાસે 2 કાર વચ્ચે અકસ્માત, સદભાગ્યે જાનહાનિ ટળી

image-350
copy image

વંથલી પાસે 2 કાર વચ્ચે અકસ્માત થયો હતો જો કે જાનહાની ટળતાં લોકોએ રાહત અનુભવી હતી. મળતી વિગત અનુસાર, જેતપુર-સોમનાથ ફોરટ્રેક પર બાવળોની ડાળીઓ રોડ પર આવી ગઈ હોવાથી જેમાં પશુઓએ પણ રહેઠાણ બનાવ્યું હોય અચાનક જ રોડ પર આવી જતા હોય છાશવારે અકસ્માતની ઘટનાઓ ઘટી રહી છે. અનેક લોકો જિંદગી ગુમાવવાનો વારો આવ્યો છે.

તેમ છતાં નેશનલ હાઇવે ઓથોરિટી ઘોર નિંદ્રામાં હોય તેમ સમયસર કામગીરી કરાતી નથી. ત્યારે જ વધુ એક અકસ્માતની ઘટના ઘટી હતી. 2 કાર વચ્ચે અકસ્માત થયો હતો. સદનસીબે જાનહાની થઈ ન હતી. જો કે બાદમાં તંત્ર નિંદ્રામાંથી જાગ્યું હોય તેમ ડીવાઈડર પર વૃક્ષનું કટિંગ શરૂ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.