યુવતીએ પાણીને બદલે ભૂલથી ઝેરી દવા પી લેતા મૃત્યુ


વિસાવદર નજીકના નાનીમોણપરી ગામમાં એક યુવતીએ પાણીની બોટલને બદલે ભૂલથી ઝેરી દવા પી લેતાં તેમનું મોત નીપજયું હતું. આ ઘટનાને લઈ પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો. આ ઘટના અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર, વિસાવદર પંથકના નાની મોણપરી ગામમાં રહેતાં પાંચાભાઈ હીરાભાઈ લોલાડીયાએ પોલીસમાં જણાવાયા મુજબ પાંચાભાઈ કપાસના પાકમાં દવાનો છટકાવ કરતા હતા.
આ દરમિયાન દવાની બોટલ અને પાણીની બોટલ પાસે જ પડી હતી અને તેમની પુત્રી પૂજા બેન ને તરસ લાગતાં તે પાણી પીવા માટે ગઈ જો કે એ પાણીની બોટલના બદલે ભૂલથી દવાની બોટલ પી લેતા પૂજાબેનનું મોત થયું હતું. આ ઘટનાને લઈ પરિવારજનોમાં શોક છવાઈ ગયું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.