મહેસાણાના કોચવા ગામની શાળાને ચોરે નિશાન બનાવી, તેલના ડબ્બા અને ગેસના બોટલાની કરી ચોરી

copy image

મહેસાણા તાલુકામાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન તસ્કરો બેફામ બન્યા છે. દિવસેને દિવસે ચોર શાળાઓ અને આંગણવાડીઓને નિશાન બનાવી તેલના ડબ્બા અને ગેસના બાટલા ચોરી કરાઈ રહ્યા છે. ત્યારે વધુ એક ચોરીનો બનાવ બહાર આવ્યો છે. જેમાં કોચવા ગામની શાળાના પણ તાળા તોડી ચોર તેલના ડબ્બા અને ગેસના બાટલા ચોરી ગયા હતા.
​​​​​​​

​​​​મહેસાણા તાલુકામાં આવેલા કોચવા ગામની સરકારી શાળામાં આવેલા મધ્યાહન ભોજનના રૂમમાં મુકેલા તેલના ડબ્બા અને ગેસનો બાટલા ચોર ચોરી ગયા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાવાઇ છે. ચોર શાળાના દરવાજાના તાળા તોડી ચોરીને અંજામ આપી છૂમંતર થઈ ગયા હતા. સમગ્ર બાબતે શાળાના આચાર્યએ લાઘણજ પોલીસ મથકમાં 8 હજાર 750ના મત્તાની ચોરીની ફરિયાદ દાખલ કરાવી છે.