અંકલેશ્વર GIDC પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

copy image

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર માતંગી પેટ્રોલ પંપ પાસે મહારાષ્ટ્ર તરફથી આવતા બંધ બોડીના ટ્રકમાં બનાવેલા ચોર ખાનામાંથી 7 લાખથી વધુના દારૂ મળી રૂ. 11.09 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલક સહીત બે સખ્શોનેને પકડી પાડ્યા હતા.તેમજ દારૂ મોકલનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે અંકલેશ્વર GIDCપોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, વાલિયા તરફથી બંધ બોડીના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો અંકલેશ્વર તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે GIDCપોલીસે અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર માતંગી પેટ્રોલ પંપ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા પોલીસે તેને રોકી અંદર તપાસ કરતા જુના ખાલી કેરેટ જોવા મળ્યા હતા. પોલીસે બારીકાઇથી તપાસ કરતા ટ્રકના છત પાસે બનાવેલા ચોર ખાનું નજરે પડ્યું  હતું.

પોલીસે તેમાં જોતા તેમાંથી વિદેશી દારૂની 4884 નંગ બોટલ મળી હતી. પોલીસે 7 લાખનો દારૂ અને 4 લાખની ટ્રક મળી કુલ 11.09 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટ્રકમાંથી મહારાષ્ટ્રના થાણેના પેન્કરપાડા મધ્યે રહેતા ટ્રક ચાલક દીપકસિંગ ચન્દ્રસિંગ શોન અને કરણ સંજય યાદવને પકડી પાડ્યા હતા. જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનારા રાજા નામના સખ્શને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.