મહુવડ પાસેથી ‌500ની નવ ડુપ્લિકેટ ચલણી નોટો સાથે બે સખ્શ પકડાયા

copy image

પાદરાના મહુવડ ગામ તરફ જવાની ચોકડી નજીક રૂપિયા 500ના દરની ચલની નોટો છાપી ભારતીય અર્થતંત્ર ખોરવાય તેવું કરી ડુપ્લીકેટ રૂા. 500ના દરની ચલણી નોટો નંગ – 9 સાથે બે સખ્શોને ઝડપી લેવાયા હતા. જેમાં કુલ ત્રણ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ અંગેની બાતમીના આધારે પાદરાના વડું પોલીસ વોચમાં હતી તે દરમ્યાન બાતમી વર્ણનવાળા સખ્શોને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. મોટર સાયકલના રજિસ્ટ્રેશન કાગળ અને પૂછપરછ કરત સંતોષ કારક જવાબ આપ્યો હતો નહીં. ઉપરાંત મોટર સાયકલની આગળ પાછળ નંબર પ્લેટ કાઢી નાખી જે મોટર સાયકલ રણુ ગામના અમિત મકવાણાની એક મહિના પહેલા મિત્ર કૌશિક રમેશ પઢિયાર મુજપુર અને હિતેષ કાંતિભાઈ સોલંકી કરખડી નાઓએ ભેગા મળીને ભોજ ગામની સીમમાંથી તસ્કરી કરી હતી.

ઝડપાયેલ બંને સખ્શોની અંગ ઝડતી કરતા સંદીપ સામંત પરમાર – તિથોરના પેન્ટના ખિસ્સામાંથી 500 રૂાપિયાના દરની 5 નોટો, મોબાઈલ – 1 રૂા. 3000 અને સુનીલ ચંદુ ચાવડા- ન્યું ગંભીરા, તા. આંકલાવ ની પાસેથી પેન્ટના ખિસ્સામાંથી 500 રૂપિયાના દરની 4 નોટો, મોબાઈલ1 રૂા. 3000 જે ચાર નોટો ઉપર બેબે નોટ ઉપર નંબર એક સરખા હોવાને લીધે ડુપ્લીકેટ હોવાનું જણાયું હતું.

ખોટી નોટો 15 – 20 દિવસ પહેલા કૌશિક રમેશ પઢિયાર, મુજપૂર નાઓએ ભેગા મળી ભાયલી નજીક વુડાના મકાનમાં કલર પ્રિંટરથી છાપેલ હોવાની હકીકત બહાર આવી. પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.