વડોદરાના માંજલપુરમાં આધેડ મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી સ્નેચર ફરાર


માંજલપુરની ડીવાઇન ગેલેક્ષીમાં રહેતા આધેડ મહિલા મીનાબેન નવીનચંદ્ર દુબલ ગઇકાલે દૂઘ-ઘી સહિતની કરિયાણાની વસ્તુઓ લઇને કિશન સિગ્નેચરની આગળ સત્વ સહજ ડુપ્લેક્ષના બોર્ડ પાસેથી પસાર થઇ રહ્યા હતા આ દરમિયાન બાઇક પર ત્રિપલ સવારી આવેલ ઇસમે મહિલાના ગળામાંથી દોઢ તોલાનો સોનાનો ચેઇન તોડી પલાયન થઇ ગયા હતા. ચેઇન સ્નેચરે જોરથી આંચકો મારતા સોનાનો ચેઇન સાડીમાં ભરાતા અડધો તેમની પાસે જ રહી ગયો હતો જ્યારે એક હિસ્સો ચેઇન સ્નેચર લઇને પલાયન થઇ ગયો હતો. આ અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.