ગારિયાધારના પીએસઆઈને બે મહિનાની કેદની સજા ફરવવામાં આવી


ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં 2015માં પી.એસ.આઇ રામભાઇ ઉકાભાઇ ધામા ફરજ બજાવતા હતા ત્યારે એ.સી.બી.નાં હાથે લાંચ લેતા પકડાઈ ગયાં હતા. ત્યાર પછી એસીબી દ્વારા જડતી કરતાં તેમનાં ક્વાર્ટર નાં કબાટ માંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 3 મળી આવતા એસીબી દ્વારા પ્રોહી.એકટનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ કેસ ગારીયાધાર મહે.જયુડીશીયલ મેજીસ્ટ્રેક ફર્સ્ટ કલાસ સાહેબની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ આર.ડી સેજુની દલીલો ને ગ્રાહ્ય રાખી જયુડીશીયલ મેજીસ્ટ્રેટ કુત્બુદીન હાતીમભાઇ ટ્રંકવાલા દ્વારા છેલ્લો હુકમ ફરમાંવતા આરોપી રામભાઇ ઉકાભાઇ ધામાને પ્રોહીબીશન એકટની કલમ 66 (1)બી નાં ગુનામાં તકસીરવાન ઠેરાવી બે મહિનાની સાદી કેદની સજા અને રૂ.500 નો દંડ ફરમાવવામાં આવ્યો હતો.