પેટલાદમાં બે દિવસ પહેલાના ઝગડાનો ખાર રાખી એક યુવકને માર માર્યો, ચાર યુવક સામે ફરિયાદ નોંધાઈ

copy image

આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં આવેલા વ્યાસવાડા નજીક શનિવાર સાંજના સમયે એક યુવકને ચાર સખ્શોએ ભેગા મળી સામાન્ય થયેલી બોલાચાલી મામલે ગાળો બોલી ગાલ ઉપર લાફાઓ માર્યા ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચવા પામી છે. આ વિશે પેટલાદ શહેર પોલીસે ચાર યુવકો સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં આવેલા ગોલવાડ ઉંચી શેરી નજીક રહેતો 20 વર્ષીય યુવક જય પ્રકાશભાઈ રાણા ગઈકાલે સાંજના પાંચ વાગ્યે પસાર થતો હતો. ત્યારે બે દિવસ પૂર્વે પેટ્રોલ પંપ મધ્યે થયેલી સામાન્ય બોલાચાલીના ખાર રાખી સલમાનખાન અતાઉલ્લાખાન પઠાણ, મોઈન અતાઉલ્લાખાન પઠાણ, મોહદીસખાન અતાઉલ્લાખાન પઠાણ તેમજ સજજાદખાન બિસ્મિલ્લાખાન પઠાણે આવીને જય રાણા સાથે ઝઘડો કર્યો અને બધાયે ભેગા મળી ગમે તેમ ગાળો બોલી ગાલ ઉપર લાફાઓ મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ બનાવને લઈને સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ ઘટના અંગે જય પ્રકાશભાઈ રાણાએ પેટલાદ શહેર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે સલમાન પઠાણ મોઈન પઠાણ, મોહદીસખાન પઠાણ અને સજજાદ ખાન પઠાણ સામે આઈપીસી કલમ 323,504,506(2) તથા 114 અનુસાર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.