દહેજમાં કાર અને રોકડ લાવવાના દબાણથી GST અધિકારીના પત્નીએ ફાંસો ખાધો

copy image

કાલાવડ રોડ પર આવેલા GST ઓફિસર્સ કોલોનીમાં ચાર દિવસ પહેલા ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરનાર વૈશાલી દીપક બુંદેલા નામની પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓના ત્રાસથી પગલું ભર્યાનું ખૂલતા પોલીસે ગુનો નોંધ્યો છે. મૂળ હરિયાણાના ફરીદાબાદની વૈશાલીએ સેન્ટ્રલ GST કચેરીમાં ટેક્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા પતિ દીપક, ફરીદાબાદ રહેતા સસરા રાધેશ્યામ બુંદેલા, સાસુ નિર્મલદેવી, નણંદ નંદા હર્ષ ચૌહાણ અને તનુજા રાહુલ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. MBA સુધીનો અભ્યાસ કરનાર વૈશાલીની ફરિયાદ મુજબ, તેના લગ્ન ડિસેમ્બર 2020માં થયા છે. લગ્નના એક મહિના બાદ પોતે પતિ સાથે રાજકોટમાં સરકારી ક્વાર્ટરમાં રહેવા આવી હતી. લગ્ન સમયે કરિયાવરમાં ચીજવસ્તુઓ ઉપરાંત રૂ.4 લાખની એફડી આપી હતી. જે અંગે સાસુ કહેતા તું કરિયાવરમાં ચીજવસ્તુઓ લાવી તેના બદલે રોકડા લઇ આવી હોત તો સારું હોત તેવા મેણાં મારવાનું શરૂ કર્યું હતું. જેમાં બંને નણંદ પણ સાસુની વાતને સમર્થન આપતી હતી. એટલું જ નહિ સસરા પણ પોતાને પિયરમાંથી વારંવાર રોકડ રકમ લઇ આવવા દબાણ કરતા હતા.
સાસરિયાઓની માગણી સાથે પતિ દીપક પોતાને પિયરમાંથી ક્રેટા કાર અને રોકડ લઇ આવવાની માગણી કરી દબાણ કરતો હતો. પતિની વાતનો વિરોધ કરતા તે પોતાને ગાળો દઇ માર મારતા હતા. લગ્નના એક જ વર્ષમાં સાસરિયાઓના ત્રાસથી કંટાળી પોતે પહેરે કપડે પિયર જતી રહી હતી. પિયર ગયા પછી પણ પતિ સહિતનાઓએ ફોન કરી દહેજની માગણી કરી ત્રાસ આપતા હતા. પછી પરિવારની સમજાવટ અને સમાજના ડરથી પોતે ગત તા.17-8 ના રોજ પિયરથી રાજકોટ આવી ગઇ હતી. તે રાજકોટ આવતા પતિએ ઝઘડો કરી તેને તરછોડીને કિધા વગર જતા રહ્યા હતા.
બે-ત્રણ દિવસ પછી પતિએ ફોન કરી વતનમાં જવાની વાત કરી હતી, પરંતુ તેણે જવાની ના પાડી દેતા તેની સાથે મારકૂટ કરી હતી. દરમિયાન પાંચ દિવસ પહેલા કોઇ ક્વાર્ટરની ડોરબેલ વગાડીને વારંવાર જતું રહેતું હોતું ભાઇ બનાવેલ શંકરભાઇને ઘરે બોલાવ્યા હતા. પછી મોડી રાત્રે પતિ કોલોનીમાં રહેતા વિક્રમભાઇ, તેની પત્ની અને અજાણ્યો શખ્સ ઘરે આવ્યા હતા અને શંકરભાઇને તું અહીં શું કરે છે તેમ કહી બૂમો પાડી ઝઘડો શરૂ કર્યો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરતા તુરંત ક્વાર્ટર પર દોડી આવી પતિ અને શંકરભાઇને પોલીસ લઇ ગઇ હતી.

આ સમયે પોતે અને વિક્રમભાઇની પત્ની ક્વાર્ટરમાં હતા. ત્યારે પોતે રૂમમાં જઇ હિન્દીમાં મને મારા પતિ, સાસુ-સસરા, બંને નણંદો ખૂબ જ ત્રાસ આપે છે, દહેજની માગણી કરે છે અને પોતાને એક મહિનાથી તરછોડી દીધી છે. અચાનક પતિ ઘરે આવી પોતાના પર ખોટા આક્ષેપ કરી બદનામ કરવાની કોશિશ કરતા હું જીવ આપું છું તેવી સ્યૂસાઇડ નોટ લખી હતી અને પછી પંખામાં ચૂંદડી બાંધી ફાંસો ખાધો હતો ત્યાર પછી પોતાને શું થયું તેની ખબર નથી. પરંતુ જ્યારે ભાનમાં આવી ત્યારે તે હોસ્પિટલમાં અને તેની સામે માતા-પિતા હોવાનું જોવા મળ્યું હોવાનું જણાવ્યું હતું.