ચોરે બોરનો 100 ફૂટ કેબલ અને એલઇડી ટીવીની કરી તસ્કરી


શંખેશ્વર તાલુકાના પંચાસર ગામની સીમમાં આવેલ બોરને ચોરે નિશાન બનાવી રાત્રે સો ફૂટ કેબલની અને એક એલઇડી ટીવીની ત્સકરીને અંજામ આપી પલાયન થઈ ગયા હતા. આ વિશે ખેડૂતે શંખેશ્વર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
શંખેશ્વર તાલુકાના પંચાસર ગામમાં રહેતા સુરેશભાઈ મહાદેવભાઇ ગોહિલ પંચાસર ગામની સીમમા આવેલ બોરને ચોરે નિશાન બનાવી 100 ફૂટ કેબલ વાયર કિંમત રૂપિયા 20,000 ઉપરાંત એલઈડી ટીવી જેની કિંમત રૂપિયા 6,000 મળી કુલ રૂપિયા 26,000 ના મુદ્દા માલની તસ્કરીને અંજામ આપ્યો હતો. ખેડૂતે શંખેશ્વર પોલીસ મથકમાં તસ્કરીની ફરિયાદ દાખલ કરાવી હતી. જેની તપાસ પીઆઇ ડી ડી ચૌધરી ચલાવી રહ્યા છે.