નર્મદાએ માંડણ ગામમાંથી એલ.સી.બી. રૂ.86,400/-નો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપ્યો

નર્મદાના પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષકએ જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા સખ્શો ઉપર વોચ રાખી તથા જિલ્લામાંથી દારૂના દુષણને ડામવા અને અસરકારક કામગીરી કરવા માટેની કડક નિર્દેશો અને સુચનો કરવામાં આવ્યા હતા. જેને પગલે જે.બી. ખાંબલા, પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બીએ પોલીસ સ્ટાફના કર્મચારીઓને સુચના કરતાં યોગેશભાઇ બળદેવભાઇ તેમજ કૃષ્ણાભાઇ શંકરભાઇને માંડણ ગામમાં રહેતા સુરેશ ઈશ્વર વસાવા અને કિરણ ઈશ્વર વસાવાએ કરજણ નદીના સામેના કિનારે વિદેશી દારૂ છુપાયું હોવાની બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. ભરતભાઇ અને અ.હે.કો. કિરણભાઇ તથા આ.હે.કો. ઉમેશભાઇ અને લો.ર. કેયુરસિંહ તથા લો.ર.અનિલભાઇ સાથે પ્રોહીબીશન અંગેની દરોડો કરતા કુલ બોટલ નંગ- 864 કિં.રૂ.86,400/-ના મુદ્દામાલ ઝડપી ગુનો નોંધ્યો છે.