ગાંધીધામ હાઈવે પર શંકાસ્પદ ભંગાર ભરેલા ટ્રક સાથે પોલીસે એકની અટકાયત કરી

image-182
copy image

ગાંધીધામ હાઈવે પર રૂપિયા 3.53 લાખનાં શંકાસ્પદ ભંગાર ભરેલા ટ્રક સાથે પોલીસે એકની અટકાયત કરી હતી. આ વિશે પોલીસનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર એલસીબીની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમ્યાન સી.જે.શાહને પેટ્રોલપંપ પાસેથી એક લોખંડનો ભંગાર ભરેલી ટ્રક શંકાસ્પદ હલતમાં મળી આવતા ડ્રાઈવર પાસે બીલ કે આધાર પુરાવા ન હોવાના કારણે રૂપિયા 3.53 લાખની કિંમતનાં શંકાસ્પદ ભંગારનાં 10 ટન જથ્થા સાથે ચાલક શરદભાઈ અમરશીભાઈ કાપડીની ધરપકડ કરી હતી. ટ્રક સહિત કુલ રૂપિયા 8,53,150નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ગાંધીધામ લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.જાડેજા સહિત એલ.સી.બી સ્ટાફ જોડાયો હતો.