ઘઉંથી માંડી ક્રિપ્ટો સુધીનો સટ્ટો રમાડતા બુકીને પીસીબીએ ઝડપી પાડ્યો

image-184

મોબાઈલ ફોનમાં ઓનલાઈન એપ્લિકેશનથી ક્રિકેટથી માંડીને દરેક પ્રકારની સ્પોર્ટ્સ, સોના-ચાંદી, ક્રિપ્ટો કરન્સી, ઘઉં-ચોખાથી માંડીને ઓઈલ સુધીના તમામ બજારનો ઓનલાઈન સટ્ટો રમાડતા બુકીની પીસીબીએ અટકાયત કરી છે. શાહીબાગ સ્પેક્ટ્રમ ટાવર મધ્યે વૈભવી ફલેટમાં આ બુકી સટ્ટો રમાડતો હતો. પોલીસે તેની પાસેથી 2 ફોન તેમજ રોકડા રૂ.2.30 લાખ જપ્ત કર્યા હતા.

સનમ પંજવાણી મોબાઈલમાં એપ્લિકેશનથી ઓનલાઈન તમામ પ્રકારના સટ્ટા રમાડતો હોવાની બાતમીને આધારે પીસીબી પીઆઈ તરલ ભટ્ટે દરોડો પાડ્યો હતો. વિવિધ એપની મદદથી સનમ પંજવાણી ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, હોકી, ચેસ, ટેનિસ, ટેબલ ટેનિસ સહિતની તમામ સ્પોર્ટ્સ ઉપર, સોનું, ચાંદી, કોપર, આર્યન, ડોલર, યુરો, પાઉન્ડ, ઘઉં, ચોખા, ક્રૂડ ઓઈલ સહિત તમામ ઉપર સટ્ટો રમાડતો હતો. પોલીસે તેમના ગ્રાહકોની વિગતો એકઠી કરવાનું શરૂ કર્યું છે.