બારડોલીમાં લગ્ન માટે ઉછીના આપેલા 50 હજાર પરત માંગતા યુવકને ધારિયાના ઘા માર્યા 

copy image

બારડોલીના યુવાને ફળિયાના યુવકને જ મિત્રભાવે આપેલા ઉધાર નાણા પરત માંગતા તેની પર ધારિયાથી હુમલો કરાયો હતો. બારડોલીના નૂર નગરમાં રહેતા રાહુલભાઈ વસંતભાઈ પાટીલે એક વર્ષ અગાઉ તેમના ફળિયામાં રહેતા જહીર હુશૈન શેખને પોતાના લગ્ન માટે રૂપિયાની જરૂર હોવાથી ઉછીના 50 હજાર માગતાં રાહુલે તેની માતાના નામે બંધન બેન્કમાં 1.20 લાખની લોન લઈ 50 હજાર રૂપિયા એક વર્ષ બાદ આપવાની શરતે જહિરને આપ્યા હતા.
જેથી હાલ રાહુલે જહિર પાસેથી રૂપિયાની માંગણી કરતા જહિરે શેખે દિવાળી પહેલા આપવાનું કહ્યું હતુ 13 ઓક્ટોબરના રોજ રાહુલના 2 વર્ષીય પુત્રનો જન્મ દિવસ હોવાથી રાહુલ પલસાણાના તાંતીથૈયા ખાતે રાહુલે જહિર પાસેથી 50 હજારની માંગણી કરતા જહીર ઉશ્કેરાયને રાહુલને ગાળો આપી 3 તમાચા માર્યા હતા.
જો કે , તે વખતે રાહુલ સાથે કામ કરતા અન્ય મિત્રો ત્યાં આવી પહોંચ્યા બન્ને ને છોડાવયા હતા જહિર રાહુલને તને આજે હું પતાવી દઈશ એમ ધમકી આપી ભાગી છૂટ્યો હતો ત્યાર પછી બપોરમાં 3 વાગ્યાના અરસામાં રાહુલ કામ પર હાજર હતો ત્યાં જહિર શેખ હાથમાં તીક્ષ્ણ ધારીયું લઈ ને આવ્યો અને સીધો રાહુલના ડાબા હાથમાં ઊંડો ઘા ઝીકયો હતો આસપાસના લોકો દોડી આવતા જહીર ત્યાંથી ભાગી છૂટ્યો હતો. રાહુલને લોહીલુહાણ હાલતમાં બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડાયો હતો.