ગોડાદરા માથાભારે યુવાને 3 બાઈકમાં તોડફોડ કરી

ગોડાદરા ભક્તિ નગર સોસાયટી પાસે માથાભારે યુવકે પાર્ક કરેલી 3 બાઈકમાં તોડફોડ કરી હતી. સ્થાનિક વકિલ બાઈક માલીકો સાથે ફરીયાદ નોંધાવવા પોલીસ મથકે જતા વકિલની બાઈકને પણ આગ લગાવી દીધી હતી. ડિંડોલી રાજદીપ સોસાયટીમાં રહેતો અતુલ મિશ્રા (ઉ.વ.24) ગોડાદરા ભક્તિ નગર સોસાયટી પાસે પોતાના ભાઈને મળવા ગયો હતો.

તે દરમિયાન મહેશ પોંડમે બાઈકમાં તોડફોડ કરવા માંડતા જેની બાઈક હતી તે વ્યક્તિ ત્યાંથી પોતાની બાઈક લઈ જતો રહ્યો હતો. ત્યાર પછી તેણે અતુલના મિત્રની બાઈકમાં તોડ ફોડ કરી હતી. ત્યાર પછી અતુલભાઈની બાઈકમાં તોડફોડ કરતો હતો. જેથી અતુલભાઈએ રોકવા જતાં ચપ્પુ કાઢી હુમલો કર્યો હતો. ત્યાં લોકો ભેગા થઈ જતા તેઓ ભાગી ગયો હતો. નજીકમાં ઓફિસ ધરાવતા વકિલ સુજીત સિંઘ રાજપુત અતુલ અને અન્યોને પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવા જતા તે દરમિયાન વકિલ સુજીતની હોન્ડા બાઈક પણ મહેશ પોંડમે સળગાવી દીધી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.