અમદાવાદમાં સ્પા સેન્ટરની યુવતીએ લગ્નની લાલચ આપી 2.15 લાખની ઠગાઇ આચરી

રાણીપના યુવકને સ્પામાં જોબ કરતી યુવતી સાથે પ્રેમ થતાં યુવતીએ લગ્નની લાલચ આપી યુવક પાસેથી પૈસા પડાવી લીધા હતા. યુવકે લગ્ન કરવાની ના પાડી તો યુવતીએ ધાકધમકી આપતાં યુવકે પૈસા પાછા માગ્યા તો યુવતી અને તેના ત્રણ મિત્રે યુવકને ધમકી આપી ગળા પર બ્લેડ મારી દીધી. આ બાબતે યુવકે નરોડા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.

રાણીપમાં રહેતો 28 વર્ષીય યુવક બગોદરાની સ્કૂલમાં ક્લાર્ક છે. નવ મહિના પૂર્વે યુવક સીજી રોડ પરના એક સ્પામાં ગયો ત્યારે અખી નામની યુવતી સાથે સંપર્ક થતાં બંને વચ્ચે વાતચીત થવા લાગી હતી અને એક દિવસ બંને પ્રહલાદનગરની હોટેલમાં ગયાં હતાં. ત્યાબાદ બંનેએ પ્રેમનો એકરાર કરતાં અખીએ લગ્નની વાત કરતાં યુવકે ના પાડી હતી. આથી અખીએ હાથમાં બ્લેડ મારી યુવકને ફોટો મોકલ્યા  અને તું મારી સાથે લગ્ન કરી લે નહિતર તને ફસાવી દઈશ તેવી ધમકી આપી હતી.

ત્યારબાદ અખીએ યુવક પાસેથી પૈસા પડાવવાનું શરૂ કરી ધીમે ધીમે 2.15 લાખ પડાવી લીધા. યુવકે પૈસા પાછા માગતા અખી શેખે તેના કોઈ ઓળખીતાનો સંપર્ક કરાવી યુવકને પૈસા આપવાની કબૂલ્યુ. બાદમાં બે દિવસ પૂર્વે આ ઇસમે યુવકને વટવા મધ્યે પૈસા લેવા માટે બોલાવતાં યુવક ત્યાં ગયો ત્યારે અખી અને તેની સાથેના ત્રણ ઇસમે ખોટા કેસમાં ફસાવી દઈશ કહીને યુવકને ગળા પર બ્લેડના ઘા માર્યા હતા. આ વિષે યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં અખી શેખ સહિત ચાર સામે ફરિયાદ દાખલ કરાવી છે.