અમદાવાદમાં રિક્ષાચાલક અને તેના 4 મિત્રે, ટ્રાવેલ્સની ઓફિસ ધરાવતા યુવકને છરીના ઘા મારી લૂંટ્યો


ટ્રાવેલ્સની ઓફિસ ધરાવનાર યુવક ઓફિસ બંધ કરીને રિક્ષામાં બેસી ઘરે જતો હતો તે દરમિયાન રિક્ષાચાલક યુવકને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. બાદમાં રિક્ષામાં સવાર ચાર ઈસમ અને રિક્ષાચાલકે ભેગા થઈને યુવકને માર મારી 24 હજારની લૂંટ કરી છરીના ઘા માર્યા હતા. આ અંગે નરોડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
નરોડામાં રહેતા સર્વેશ તોમર ટ્રાવેલ્સ એજન્ટ છે. રિક્ષાચાલકે નરોડાના સદગુરુ સર્કલ પાસેની ઝાડીઓમાં રિક્ષા ઊભી રાખી હતી, જેમાં સવાર ચાર ઈસમ અને રિક્ષાચાલકે સર્વેશને છરી બતાવી ફોન, 14 હજાર લૂંટી લીધા હતા.