સુરતમાં મોબાઇલ સ્નેચિંગના ગુનામાં 3 આરોપી પકડાયા: પોલીસે ચોરીનો મોબાઇલ તથા મોપેડ મળી 25 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

copy image

સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં નોંધાયેલ મોબાઇલ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલી લેવાયો છે. 3 જેટલા આરોપીઓને પોલીસે અકળામુખી હનુમાનજીના મંદિર ફળિયા તરફ જવાના માર્ગ પરથી ચોરીના એક મોબાઇલ ફોન સાથે પકડી પાડ્યાં છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ મથકના પી.આઈ આર.એસ.પટેલને બાતમી મળી હતી કે, કાળા કલરની એક્સેસ મોપેડ ગાડી કડોદરા અકળામુખી હનુમાનજી મંદિરના ફળિયા તરફ જવાના રોડ પર પર જનાર છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આનંદ વિષ્ણુપ્રસાદ પાંડે, રાહુલ વિધ્યાચલ ઓઝા તથા શુભમ વિનય તિવારીને સેમસંગ કંપનીના ચોરીના મોબાઇલ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે ચોરીનો મોબાઇલ તથા મોપેડ મળી 25 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.