બોરીજમાંથી 4 માસ પૂર્વે ચોરાયેલા મોપેડ સાથે 1 સખ્શ પકડાયો

copy image

બોરીજમાં ચાર મહિના પૂર્વે ચોરાયેલા મોપેડ સાથે એક ઈસમ પકડાયો છે. એલસીબી પીઆઈ એચ. પી. ઝાલાના માર્ગદર્શનમાં ટીપ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે હેડકોન્સ્ટેબલ મુકેશસિંહ દલપતસિંહ અને કોન્સ્ટેબલ દિગ્વીજયસિંહ ફુલુભાને સંયુક્ત રીતે બાતમી મળી હતી. જેમાં પેથાપુર મધ્યે સંત રોહીદાસ ફ્લેટમાં રહેતો નિર્મલ શ્રીમાળી (ફ્લેટ નંબર-202) ચોરીનું મોપેડ ફેવરતો હતો. બાતમીના આધારે પોલીસે તેને ચરેડી ફાટત પાસેથી GJ-18-DF-9220 નંબરના મોપેડ સાથે પકડી લીધો હતો.

પોલીસે મોપેડ અંગે પૂછપરછ કરતાં તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો, જેથી પોલીસે તેની ઉંડાણપૂર્વક પૂછપરછ કરતાં યુવકે ચોરી કબૂલી હતી. જેમાં નિર્મલ સાડા ચાર માસ પૂર્વે બોરીજ ગામમાં રાત્રીના સમયે ગરબા જોવા માટે ગયો હતો. તે સમયે એક ઘરની પાસે મોપેડ પાર્ક થયેલું હતું અને ઘરન ખુલ્લી બારીમાં જ ચાવી પડેલી હતી. જેથી નિર્મલ ચાવીથી મોપેડ ખોલીને લઈ આવ્યો અને ફેરવતો હતો. જે અંગે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેથી એલસીબીએ આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.