વિદ્યાનગરમાં ડેપ્યુટી સેકશન ઓફિસર અને ડેપ્યુટી મામલતદારની પરીક્ષા દરમિયાન ઉમેદવાર મોબાઇલ સાથે ઝડપાયો

image-202
copy image

વિદ્યાનગરની આરપીટીપી હાઈસ્કૂલમાં રવિવારના રોજ ડેપ્યુટી સેકશન ઓફિસર અને ડેપ્યુટી મામલતદારની પરીક્ષા દરમિયાન ઉમેદવાર મોબાઇલ સાથે ઝડપાતા તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આણંદ – વિદ્યાનગરમાં રવિવારના રોજ ડેપ્યુટી સેકશન ઓફિસર અને ડેપ્યુટી મામલતદારની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં આરપીટીપી હાઈસ્કૂલને કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. આ પરીક્ષાના પગલે શાળાના આચાર્ય મહેન્દ્રકુમાર અંબાલાલ પટેલ ફરજ પર હાજર હતાં તથા સુપરવાઇઝર તરીકે આદિત્ય પી. મોદીને યુનીટ-1 બ્લોક નં.5માં જવાબદારી સોંપાઇ હતી.

આ દરમિયાનમાં પરીક્ષાર્થી મકવાણા કિરણકુમાર ગોરધનભાઈ (રહે.અશોક સ્ટ્રીટ, સોજિત્રા)ના ખિસ્સામાંથી મોબાઇલ મળી આવ્યો હતો. આ અંગે આયોગના પ્રતિનિધિને જાણ કરવામાં આવી હતી. અંતે ગુજરાત જાહેર સેવા આયોગની માર્ગદર્શિકા મુજબ વિદ્યાર્થીને વર્ગખંડમાં રોકી રખાયો હતો અને પરીક્ષા પૂર્ણ થતાં તેને પોલીસને હવાલે કરાયો હતો. આ મામલે પોલીસે જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કર્યો હતો.