વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુકવા મુદ્દે માથાકૂટ થતાં હુમલો કરાયો

copy image

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર મહારાજા સોસાયટીમાં રહેતા ઇમ્તીયાઝ યુનુસફભાઇ કુરેશીના સાળા અકરમ સાથ રેહાનને બે દિવસ પૂર્વે વિડીયો બનાવી સોશિયલ મિડિયામાં મુકાવા મામલે માથાકૂટ થઇ હતી, જે અંગે ઇમ્તીયાઝ , રેહાન અને અન્યને ફોનમાં સમજાવવા જતાં બોલાચાલી થઇ હતી.

જેના ખાર રાખી કાલાવડ નાકા બહાર આવેલા સહારા મોબાઇલની ઓફિસે બપોરના સમયમાં રેહાન ઇકબાલ બેલીમ, દાનેસ જઉર બેલીમ, રહુફ ગુલામ બેલીમ, ગુલામ ઉર્ફે રાજાબાબુ જમાલ બેલીમ, અલમોઇન જઉર બેલીમ અને અન્ય બે ઇસમો બપોર વચ્ચે છરી, તલવાર, ધોકા-પાઇપ વડે ઇમ્તીયાઝ તેમજ તેના ભાઇ નવાઝ પર તૂટી પડયા હતાં, જેમાં નવાઝને છરી તેમજ ધોકા વડે ગંભીર ઇજાઓ થઈ હતી, જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો, જયાં તેની હાલત ગંભીર ગણવામાં આવી રહી છે, આરોપીઓએ મોબાઇલની ઓફિસમાં પણ તોડફોડ કરી હતી. પોલીસે હત્યાની કોશિષ કરવા સહિતની કલમો મુજબ ગુનો દાખલ કરી તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.