સફાઈ કરતા સમયે હડમતિયામાં એસિડની બોટલ મોઢેથી ખોલવા જતા પી જવાથી યુવતીનું મોત


જામનગર તાલુકાના હડમતિયા ગામમાં રહેતી યુવતી બે સપ્તાહ અગાઉ તેના ઘરે કચરા પોતા કરી રહી હતી ટે દરમિયાન એસિડની બોટલ મોઢેથી ખોલવા જતાં એસિડ પી જવાથી સારવાર દરમિયાન મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર, જામનગર તાલુકાના હડમતિયા ગામમાં રહેતાં દેવાભાઈ આલાભાઈ ખરા નામના યુવાનની પુત્રી રોશનીબેન ઉ.18 નામની યુવતી ગત તા.5 ના રોજ સાવરના સમયમાં તેણીના ઘરે કચરા પોતા કરી રહી હતી તે દરમિયાન બાથરૂમમાં રહેલી એસિડની બોટલ મોઢેથી ખોલવા જતાં સમયે એસિડ પી જતા તબિયત લથડવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં યુવતીનું સારવાર દરમિયાન રવિવારે મોડી સાંજના સમયમાં મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ વિશેની મૃતકના પિતા દ્વારા જાણ કરવામાં આવતા હેકો ટી.બી. જાડેજા તેમજ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.