ગણદેવીમાં મહિના પૂર્વે પુત્રીએ ગળે ફાંસો ખાધા પછી એકલતા અનુભવતી માતાએ પણ આપઘાત કર્યો

image-204
copy image

ગણદેવી તાલુકાના વેગામમાં મહિલાએ ઘરમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેથી 11 વર્ષના પુત્રએ માતા ગુમાવી દેતા પરિવાર પર આભ તુટી પડ્યું હતું. મૃતકની દીકરીએ પણ 13 સપ્ટેમ્બરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધું હતુ તેથી માતાએ દીકરીના મોતના દુઃખમાં આપઘાત કરી લીધું. જેથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ગણદેવી તાલુકાના વેગામમાં રહેતા મંગીબેન હળપતિએ ફરિયાદ દાખલ કરાવી  છે કે, તેમનો પુત્ર ભાવેશ હળપતિ છેલ્લા દોઢ મહિનાથી ઓખા બંદરે વહાણમાં મજૂરી કરવા માટે ગયો છે. હાલમાં ઘરે પુત્રવધૂ દક્ષાબેન અને પૌત્ર કિરણ રહે છે. આજે બાજુના ગામ પિંજરા મધ્યે ખેતરમાં મજૂરીએ ગયા હતા અને સાજે ઘરે આવીને જોતા પુત્રવધૂ દક્ષાબેન હળપતિએ ઘરમાં એકલતામાં દુપટ્ટા વડે ફાંસો ખાઈ લીધું હતું.

આપઘાતનું પ્રાથમિક કારણ તરફ નજર કરીએ તો મહિના પૂર્વે ફરિયાદીની પૌત્રીએ માતા દક્ષાબેન સાથે નાનામોટા ઝઘડા થયા હોવાને લઈને ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધું હતું. એકની એક દીકરીએ ઘરે ફાંસો ખાઈ લેતા માતા દક્ષાબેન સહન કરી શક્યા ન હતા અને ઘરે એકલતા અનુભવતા હતા. જેથી આજે તેઓએ આપઘાત કર્યા હોવાનું અનુમાન પરિવાર લગાવી રહ્યું છે. આ ઘટનાને લઈને મૃતકનો અગિયાર વર્ષનો દીકરો માતા વિહોણો બની ગયો છે.