રાજકોટમાં પેપર લીક મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે NSUI ના 150 કાર્યકરોએ VCના રાજીનામાંની કરી માંગ 

copy image

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં BBA સેમેસ્ટર-5 અને BCOM સેમેસ્ટર-5ના પેપર લીક મામલે 4 દિવસ પછી પણ કોઈ કાર્યવાહી ન થતા આજે NSUI દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ અને પ્રભારીની આગેવાનીમાં 150 જેટલા કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ કરવા પહોંચ્યા હતા. અને VCના રાજીનામાંની માંગ કરી હતી. જો કે કુલપતિ કે અન્ય કોઈ જવાબદાર સત્તાધીશ NSUIના આગેવાનોને મળ્યા ન હતા અને મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન પોલીસ સાથે NSUIનું ઘર્ષણ થયું હતું અને ધક્કા મુકી થતા દરવાજાના કાચ તૂટ્યા હતા અને પોલીસે NSUIના આગેવાન સહિત 15 જેટલા કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી.