માલપોર ગામમાં ઝાડીઓમાં જુગાર રમતા 6 ખેલી ઝડપાયા


જંબુસર તાલુકામાં આવેલાં માલપોર ગામમાં ગોપી તળાવ નજીક બાવળિયાની ઝાડીઓમાં જાહેરમાં જુગાર રમતાં 6 જુગારિયાઓને પોલીસે પકડી પાડ્યા હતા. ટીમે તેમની પાસેથી રોકડા 10 હજાર ઉપરાંતનો મદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાવી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. કાવી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, માલપોર ગામમાં ગોપી તળાવ નજીક આવેલાં બાવળિયાની ઝાડીઓમાં કેટલાંક ઇસમોએ જુગાર રમી રહ્યા છે. જેના પગલે ટીમે સ્થળ પર રેડ પાડતાં જુગારિયાઓમાં દોડધામ મચી જવા પામી હતી.
જોકે, ટીમે ઉદેસંગ જેસંગ પરમાર, મહેશ ઇશ્વર ગોહિલ, વસંત અમરસંગ ગોહિલ, કાનજી છોટુ પરમાર, દિનેશ શંકર માછી તેમજ શંકર મુળજી પરમારને પકડી લીધા હતાં. ટીમે તેમની અંગઝડતીમાંથી તથા દાવપર લાગેલાં રૂપિયા મળી કુલ 10 હજાર ઉપરાંતની રોકડ રકમ કબ્જે કરી હતી. કાવી પોલીસ મથકમાં તમામ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.