અંકલેશ્વરના અંદાડા ગામેથી ભરૂચ LCB ટીમે રૂ.52 હજાર ઉપરાંતના દારૂનો જથ્થો ઝડપ્યો; એક આરોપીની અટક, એક વોન્ટેડ


ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરના અંદાડા ગામમાં દરોડો પાડીને ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયર ટીન નંગ 396 નો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી એક સખ્શને ઝડપી પાડીને એકને વોન્ટેડ જાહેર કર્યો છે.
આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવતો હોવાટી આ સમય દરમિયાન શહેર જિલ્લામાં લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે તે હેતુથી ભરૂચ જિલ્લા SP ડો.લીના પાટીલના માર્ગદર્શન તળે ભરૂચ એલસીબીના PI ઉત્સવ બારોટની ટીમ વહેલી સવારે અંકલેશ્વર એલ.સી. બી ઓફીસ મધ્યે હાજર હતી. તે દરમિયાન હ્યુમન ઇન્ટેલીજન્સથી બાતમી હકિકત મળેલી કે અંદાડા ગામમાં કૈલાસ ટેકરી મધ્યે રહેતો ભાવીન હર્ષદભાઇ મોદી તેના ઘરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે.
મળેલી માહિતીના આધારે ટીમે દરોડો પાડતા ધરના આગળના ભાગમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયર ટીન નંગ-396 કિ રૂ 58200 નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી ભાવીન હર્ષદભાઇ મોદીને પકડી લીધો જ્યારે હરીપરા ગામના અજય ગોકુળભાઇ વસાવાને વોન્ટેડ જાહેર કરીને તેને પકડી પાડવાના ચક્રો હાથ ધર્યા છે.