ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત: બાળક સહિત 5 લોકોનાં મોત

image-208
copy image

રાત્રે 10 વાગ્યાની આસપાસ ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ અધેલાઇ નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાળક સહિત 5 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયા હતા. બનાવને પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં.

અકસ્માતના કારણે હાઈવે પર મોતની ચિચિયારીઓ ગુંજવા ઉઠી પામી હતી. બનાવને પગલે સ્થાનિકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા અને 108ની ટિમ તથા પોલીસે દોડી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ 108 ટીમને થતા કાફલો ઘટનાસ્થળે દોડી ગયો અને સ્થાનિકોની મદદથી મૃતકોની લાશને પીએમ માટે ભાવનગર સર ટી હોસ્પિટલ મધ્યે ખસેડાયા હતા.

મળતી માહિતી અનુસાર, પાલીતાણા મહાતીર્થ દર્શન કરી પાછા અમદાવાદ જઈ રહેલ પરિવારને અધેલાઈ નજીક અકસ્માત થતાં પાંચ વ્યક્તિઓના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યાં હતા. જેમાં એક 10 થી 12 વર્ષની ઉંમરનું બાળક છે. અને એક આધાર કાર્ડ મળ્યું છે જેમાં મહાવીર કુમાર રતનલાલ જૈન જે અમદાવાદના વિરાટ નગરનો પરિવાર છે.