ધ્રાંગધ્રાના રાજ સીતાપુર નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: બે લોકો ઘાયલ


સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નેશનલ હાઈવે નજીક જ રાજસીતાપુર ગામ પાસે માલવાહક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા રીક્ષા ડ્રાઇવરને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતની ઘટનામાં કારચાલકને પણ સામાન્ય ઇજાઓ થઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા રાજસીતાપુર હાઇવે નજીક કટુડા ગામના પાટીયા પાસે કારના ચાલકે માલવાહક રીક્ષાને ઠોકર મારતા રીક્ષા પલટી ખાઈ ગઇ હતી. ત્યારે રિક્ષાના ચાલકને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિકપળે સુરેન્દ્રનગર સારવાર અર્થે ખસેડવાની ફરજ બની છે. ત્યારે મોટરકારના ડ્રાઇવરને પણ સામાન્ય ઇજાઓ થઈ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. આ વિશે પોલીસે ઘટનાસ્થળ ઉપર પહોંચી અને હાલમાં તપાસ કરી રહી છે.