લીંબડી સરકારી હોસ્પિટલમાં બુલેટ ઉપર આવેલા ઇસમે સિક્યુરિટીગાર્ડ પર ઘાતક હુમલો કર્યો

image-210
copy image

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામની સરકારી હોસ્પિટલમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા સિક્યુરિટીને થોડા દિવસ અગાઉ કોઈ સાથે સામન્ય મુદ્દે માથાકૂટ થઈ હતી. જેનો વેર રાખી અને રાત્રિના સમયે બુલેટ ઉપર આવી અને હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.

સિક્યુરિટી ગાર્ડની હાલત નાજુક જણાતા તેને તાત્કાલિક ધોરણે અમદાવાદ હોસ્પિટલ મધ્યે સારવાર અર્થે ખસેડાયા હોવાનું હાલમાં સાર્વજનિક ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે હુમલાખોર કોણ છે ? અને બુલેટ ઉપર આવી અને હુમલો શા માટે કર્યો ? જેની વધુ તપાસ પોલીસ કરી રહી છે. તાત્કાલિક આ વ્યક્તિની અટકાયત કરવા માટેના ચક્રો પણ ગતિમાન કર્યાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.