ભચાઉ પાસે ડમ્પર અને બાઈકન વચ્ચે અકસ્માત: પિતાની નજર સમક્ષ 3 વર્ષીય પુત્રનું મૃત્યુ

copy image

ભચાઉથી ગણેશટીંબી તરફ જતા એક માર્ગીય રોડ પર ભચાઉ તરફ આવી રહેલા પિતા-પુત્રોની બાઈકને સામેથી પૂરઝડપે આવતા ટેન્કર ચાલકે હડફેટે લઈને જોરદાર ઠોકર મારી હતી. જેમાં પિતાની સામે 3 વર્ષીય પુત્રનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું, જ્યારે અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય એક 11 વર્ષીય પુત્ર અને પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

ભચાઉથી પાંચ કિલોમીટર દૂર પ્રસિદ્ધ અને ઐતિહાસિક ગણેશટીંબીના રસ્તે જતા એક માર્ગીય રોડ પર સવારની વેળામાં બનેલા એક અકસ્માતમાં ભચાઉ તરફ ખરીદી અને અન્ય કામગીરીને લઈને પોતાનું બાઈક લઈને આવી રહેલા 32 વર્ષીય આનંદ કરસનભાઈ કોલી અને તેની સાથે રહેલા બે પુત્રો 11 વર્ષીય રાજ આનંદ કોળી અને 3 વર્ષીય પ્રેમ આનંદ ખોલી બાઈક વડે આવતા હતા તે દરમિયાન પૂરપાટ ઝડપે સામેથી આવતા મીઠાના ડમ્પરે બાઇકને ટક્કરે લીધું હતું.

જેમાં ત્રણેય પિતા પુત્ર ફંગોળાઈ ગયા  જેમાં સૌથી નાના 3 વર્ષના પ્રેમ આનંદ કોળીનું ટ્રકના ટાયર નીચે આવી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજયું હતું. જ્યારે ગંભીર રીતે ગવાયેલા આનંદભાઈ કોલીને પ્રથમ ભચાઉની વાગડ વેલ્ફેર હોસ્પિટલ પછી વધુ સારવાર અર્થે ભુજ ખસેડાયા હતા, તે સાથે 13 વર્ષીય રાજ આનંદ કોલીને ભચાઉની સરકારી હોસ્પિટલ પછી ભચાઉની વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ભચાઉ શહેર અને તેની બાજુના વિસ્તારોમાં મીઠાના ડમ્પરો કેટલાય સમયથી બેફામ રીતે દોડી રહ્યા છે પરંતુ પોલીસ તંત્રની જાણે આંખો પર પટ્ટી બાંધી હોય તેમ બેફામ રીતે દોડી રહેલા આ મીઠાના ડમ્પરો સામે કોઈપણ જાતની કાર્યવાહી કરાતી નથી, ત્યારે શહેરના લોકો દ્વારા પોલીસતંત્ર પાસે એવી અપેક્ષા રહી છે કે પોલીસ તંત્ર આ અકસ્માતોને લઈને બેફામ દોડતા વાહનો પર કાર્યવાહી કરે તે અનિવાર્ય બન્યું છે.