ભડલીમાં જૂની બોલાચાલીનો ખાર રાખીને યુવક પર હુમલો

copy image

જસદણ પોલીસ મથક હેઠળના ભડલી ગામે જૂની બોલાચાલીનો ખાર રાખી યુવક પર 4 ઇસમોએ હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની જસદણ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના ભડલી ગામે રહેતા ફરિયાદી વિજયભાઈ પુંજાભાઈ જાદવ(ઉ.વ.19) એ જણાવ્યું હતું કે, ગત નવરાત્રીમાં હું ગામમાં ગરબી જોવા ગયો હતો. ત્યારે મારો પગ ગામના શૈલેષ સાકરીયાને અડી ગયો હતો અને તેણે મને ગાળો બોલી જ્ઞાતિ પ્રત્યે અપમાનિધત કર્યો હતો. ત્યાર પછી હું ત્યાંથી જતો રહ્યો હતો.

પછી બીજા દિવસે પણ હું તથા મારા મિત્રો સનાળા રોડ પર બેઠા હતા. ત્યારે શૈલેષ, વિજય અને કમા નામના ઇસમોએ બોલાચાલી કરી હતી. ત્યાર પછી ગત તા.15 ના હું મારો ભત્રીજો તથા મારો મીત્ર વિનુભાઈ સ્મશાન પાસેથી પસાર થતા હતા. ત્યારે શૈલેષ અરવિંદ સાકરીયા અને બિપીન મુકેશ વારવેડીયાએ બાઈકને આંતરીને તને શું હવા છે? કહી જ્ઞાતિપ્રત્યે અપમાનિત કરી લાકડીથી માર મારી નાસી છૂટ્યા હતા. જેથી આ બનાવ અંગેની ફરીયાદ પરથી જસદણ પોલીસ મથકના PI એમ.એમ.રાદડીયાએ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.