વેડના વૃદ્ધનો પ્રોસ્ટેટની અને ખટોદરામાં લીવરની બીમારીથી કંટાડીને યુવકે કરી આત્મહત્યા

વેડરોડમાં પ્રોસ્ટેટની બીમારી વૃદ્ધે તથા ખટોદરાના યુવકે લિવરની બીમારીથી કંટાળી જઈને આત્મહત્યા કરી લીધી હતી.વેડરોડ રૂપલ સોસાયટી મધ્યે રહેતા વિઠ્ઠલભાઈ જૈરામભાઈ બારાપાત્રે(82)પ્રોસ્ટેટની તથા અન્ય બીમારીઓથી પીડાતા હતા. રાત્રે વિઠ્ઠલભાઈએ અગાસીમાં લોખંડના શેડના પાઈપ સાથે દોરી મારફતે ફાંસો ખાઈ લીધો હતો.

ચોકબજાર પોલીસની પ્રાથમીક તપાસમાં બીમારીઓથી કંટાળીને આયાત્મ્હત્યાનુય પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. અન્ય ઘટનામાં ખટોદરા પંચશીલ નગર-2 મધ્યે રહેતા ગૌતમભાઈ કિશોરભાઈ પટેલ(36) માર્કેટમાં મજુરી કામ કરતા હતા. તેઓ લિવરની બીમારીથી પીડાતા હતા તથા તેની સારવાર પણ ચાલી રહી હતી. તા.28 સપ્ટેમ્બરના રોજ તેમણે એસીડ પી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. જેથી તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું સોમવારે સવારે મોત થયું હતું. ઘટના સંદર્ભે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.