ઊંઝા ગંજ બજારમાં આવેલ ટ્રેડર્સની દુકાનમાંથી ચોર 12.73 લાખની તસ્કરી કરી છૂમંતર


ઊંઝાના ગંજ બજારમાં આવેલી એક ટ્રેડર્સની દુકાનમાંથી ચોર લાખો રૂપિયાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ સમગ્ર મુદ્દે ઊંઝા તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ દાખલ કરાઈ છે.
ઊંઝા શહેરમાં આવેલા ગંજ બજારમાં શાહ કિશોર બાબુભાઇની દુકાન નંબર-510 મળી ભદ્ર નામની પેઢીમાં કામ કરતા કેશિયરે ફરિયાદ કરતા જણાવ્યું છે કે, તેઓ કામ કરતા તે દરમિયાન પગારની જરૂર હોવાથી નોકરી કરતો ભવરલાલ પગાર લેવા આવ્યો હતો. ત્યારે કેશિયરે તિજોરીમાંથી 10 હજાર રોકડા આપ્યા હતા અને મજૂર પગાર લઇ જતો રહ્યો હતો.
કેશિયર સાંજે દુકાન બંધ કરી મણીભદ્ર અને મિત ટ્રેડર્સની પુરત રોકડ રકમ 12 લાખ 63 હજાર તિજોરીમાં મૂકી લોક કરી ઘરે ગયા હતા. ત્યાર પછી સવારે દુકાનમાં આવતાં જ દુકાનના દરવાજાના તાળા તૂટેલા જોઈ કેશિયર ચોંકી ગયા હતા. દુકાનમાં સમાન વેરવિખેર કરી ચોર તિજોરી તોડી રોકડ રકમ 12 લાખ 63 હજાર અને ઓફિસના ખાનામાં પડેલું ડેલ કંપનીનું 10 હજારની કિંમતનું લેપટોપ સહિત કુલ 12.73 લાખના મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ અંગે કેશિયર અજાણ્યા ચોર સામે ઊંઝા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.