પત્રકારોના નામેચરી ખાતા લેભાગુઓથી સંભાળજો


સાચો પત્રકાર ક્યારે પણ નમે નહીં … સાચી વાતને પકડી રાખે .. કોઈને ગમે કે ન ગમે સાચો પત્રકાર ક્યારે સત્ય સિવાય કોઈને ઝૂકે નહીં … પણ આજકાલ કઈક ઊંધું ચાલે છે ..પત્રકારોના નામે જ્યાં ને ત્યાં

ગોકીરો..ભવાઇ..હોબાળા..પછી જઈને જોઈએતો વાધનું ચામડું ઓઢેલા વરૂ મળે … સિંહ ની ગર્જના નામે નકરો ઘોંઘાટ …. પત્રકાર મિત્રો આમ કેમ બને છે? પત્રકારનો વ્યવસાય આટલો નીચો કેમ ઉતરી ગયો… પત્રકારની જાહેર ઇમેજ બે કોડીની કોણે કરી? પત્રકારને લોકનજરમાં લબાડ કોણે કર્યો? આપણામાં નાજ અપત્રકારોએ… ચાલો શોધીએ

મહેનત કરીએ .. જેથી આવા અપત્રકારોનું લીસ્ટ બને..સાચી ઓળખ છતી થાય અને સૂકા ભેળું લીલું પણ ન સળગી જાય… તો કલકા આજ …આજ કા અભિ …

આવા નકલી બે નંબરના બની બેઠેલા; અપત્રકારોની ઓળખ આપીએ- પત્રકારીત્વને બચાવવા ચોથી જાગીરની ઇમેજ ને બરકરાર રાખવા સંકલ્પ બધ્ધ થઈએ …જાગૃત રહિએ – જગાવીએ…
જય હિન્દ – ભારત માતાકી જય