ખંભાળિયાના સલાયા ગેઈટ વિસ્તારમાં મધરાત્રે આગ ભભૂકતા ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવ્યો

image-239
copy image

ખંભાળિયાના જુના સલાયા ગેઈટ પાસે આવેલી એક મિલના બંધ વંડામાં ગઈકાલે રાત્રે આશરે આઠેક વાગ્યે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ આગે થોડીવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા નગરપાલિકા તંત્રને જાણ કરાઈ હતી. ફાયર સ્ટાફે સમયસર આગ કાબુમાં લઈ જાનહાની ટાળી હતી.

આગની આ ઘટના અંગે સ્થાનિક રહીશ દિલીપસિંહ ચાવડા દ્વારા નગરપાલિકા તંત્રને જાણ કરાઈ હતી. અહીંના જિલ્લા ફાયર ઓફિસર મિતરાજસિંહ પરમારની સુચના અનુસાર ફાયર સ્ટાફ તાકીદે ઘટના સ્થળે પહોંચ્યો હતો.

ફાયર ફાઈટર સાથે દોડી આવેલા સંજયસિંહ સરવૈયા, સુખુભા વાઢેર, બ્રિજરાજસિંહ સરવૈયા, સંજય ભાટુ, નરેશ ધ્રાંગુ સહિતની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો  હતો. સમયસર આગ કાબુમાં આવી જતાં કોઈ મોટી જાનહાની થઈ હતી નહિ.