ટંકારાના ઇડન હીલ્સમાંથી પોલીસે બાતમીને આધારે રેડ પાડીને જુગારીઓને ઝડપ્યા

image-238
copy image

તાજેતરમાં ટંકારામાં બનેલી એક ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. જ્યાં ઘુનડા (સ) ગામ નજીક આવેલ ઇડન હીલ્સ મકાન નં-32માં પોલીસે ચોક્કસ બાતમીને આધારે રેડ પાડીને જુગારધામ પકડી પાડ્યું હતું.

મળતી માહિતી મુજબ ટંકારા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ઘુનડા (સ) ગામ પાસે પ્રવીણભાઈ કરશનભાઈ પટેલ પોતાના ઇડન હીલ્સ મકાન નં-32માં જુગાર રમાડી રહ્યો છે. પોલીસે ઘટના સ્થળે રેડ પાડીને આરોપી પ્રવીણભાઈ કરશનભાઈ પટેલ, યોગેશ નરભેરામભાઈ સરાડવા, ત્રિભોવન લાલજીભાઈ આદ્રોજા, રમેશ ડાયાભાઈ કાસુંન્દ્રા, પ્રવીણ હિરજીભાઈ કકાસણીયા, નંદલાલ ભગવાનજીભાઈ વીડજાની તીનપતીનો જુગાર રમતા રંગે હાથ ઝડપી અટકાયત કરી હતી.

આ રેડમાં પોલીસે રોકડ રૂ.1,53,200 અને ઇનોવા કાર નંબર જી.જે.3 ઈ.એલ.0629ની કી.રૂ.3 લાખ સહિત કુલ રૂ.4,53,200ના મુદામાલ સાથે તમામની અટકાયત કરીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.