માનકુવાના વાડી વિસ્તારની 10 કેબલ તસ્કરીનો ભેદ ઉકેલાયો: 3ની અટકાયત

copy image

માનકુવા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામોના વાડી વિસ્તારમાં કોપર કેબલની ચોરીની ઘટના બની હતા. જે અંગે ચોરીને અંજામ આપનાર ટોળકીના 3 સખ્શોની માનકુવા પોલીસે અટકાયત કરી ચોરીના 10 ગુનાનો ભેદ શોધી લીધો છે. ભુજ તાલુકાના કેરા, નારણપર, વડઝર, ઝુમખા,ચુનડી,મેઘપર, વાડાસર ગામોની સીમમાં આવેલી વાડીઓમાં કેબલ ચોરીને અંજામ આપનાર જદુરા ગામના આરોપી મુસ્તાક આમદ નારેજા.(ઉવ.28 ), યાહયા ઉર્ફે જાવેદ કાસમ થેબા.(ઉવ.26), બસીર જાવેદ કાસમ થેબા (ઉવ.26) નામના ત્રણ ચોરની માનકુવા પોલીસે અટકાયત કરી લીધી છે.
આરોપીઓની પુછતાછમાં ચોરાઉ કેબલ વાયર મોટા રેહા ગામના જુસબ ઇસ્માઇલ કુંભારને આપ્યો હોવાની કેફીયત આપવામાં આવતા પોલીસે માલ ખરીદનાર આરોપીને પણ પકડી લીધો છે. ચોર ટોળકીએ છેલ્લા નવ મહિના દરમિયાન માનકુવા પોલીસ મથકની હદની વાડીઓમાં તસ્કરી કરીને તરખરાટ મચાવ્યો હતો. જેથી ચોર ટોળકીને પકડી પાડવા ઉચ્ચ અધિકારીઓના સુચના આપતાં માનકુવા પોલીસ મથકની ટીમ હરકતમાં આવી હતી.
જે જે વિસ્તારોમાં ચોરી થઈ હતી તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને માનકુવા પોલીસ મથકના પીઆઇ ડી.આર.ચૌધરી તથા તેમની ટીમે બાતમીના અધારે આરોપીઓને પકડી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓના કબ્જામાંથી રૂપિયા 5 હજારનો મુદામાલ રીકવર કરી અન્ય કેટલા આરોપીઓ આ ચોરીમાં સંકડાયેલા છે તે સહિતની પુછપરછ હાથ ધરી છે.
આ ચોરાઉ કેબલ ખરીદનાર મોટા રેહા ગામના ઈસમની પોલીસે મંગળવારે અટકાયત કરી અન્ય ચોર સુધીનો પગેરૂ દબાવ્યું છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી યાહયા ઉર્ફે જાવેદ કાસમ થેબા સામે અગાઉ હથિયાર રાખવા સબંધિત ગુનો માનકુવા પોલીસ મથકમાં નોંધાઇ ચુક્યો છે અને મુસ્તાક આમદ નારેજા વિરુદ્ધ પધ્ધર પોલીસ મથકમાં જાહેર નામાના ભંગ સબબ ગુનો નોંધાયો છે.