વિડજ ગામે રોડ પરથી પસાર થતા આધેડને મર્સિડીઝ ગાડીએ ઠોકરે લેતા આધેડનું સારવાર દરમિયાન મૃત્યુ

copy image

કડી તાલુકાના વિડજ ગામમાં રોડ ઉપરથી પસાર થઈ રહેલા આધેડને પુર પાટે આવી રહેલ મર્સિડીઝ ગાડીએ ઠોકરે લેતા આધેડ રોડ ઉપર પટકાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજતા કડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના વિડજ ગામમાં રહેતાં વાસુજી વાઘેલા કે જેઓ ઘરની બહાર નીકળીને વિડજ રોડ ઉપર આવ્યાં હતા. જ્યાં તેઓ રોડ ઉપરથી પસાર થતા હતા તે દરમિયાન મર્સિડીઝ ગાડી નં GJ.1.1777 એ પૂર પાટે આધેડને ઠોકર મારતા તેઓ ધડાકાભેર રોડ પર પડકાયાં હતાં. જ્યાં મર્સિડીઝ ગાડી ચાલક ત્યાંથી પલાયન થઈ ગયો હતો. જ્યાં અકસ્માત થતાં આજુબાજુના તેમજ ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. જ્યાં વાસુજીને ગંભીર રીતે ઈજાઓ થતાં ગામમાં જ રહેતા તેમના ભાઇ દશરથજી વાઘેલાને ફોન કરીને જાણ કરવામાં આવતા તેમના ભાઇ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ દોડી આવી હતી અને કડીની ભાગ્યોદય હોસ્પીટલમાં આધેડને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં વાસુજીનુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા કડી પોલીસે મર્સિડીઝ ગાડી ચાલક નિરંજનભાઈ પટેલ રહે.નાનીકડી તા.કડી પર ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.