કાજી અલીયાસણા રોડ પર સાઈડમાં ઉભેલ મહિલાને કાર ચાલકે ઠોકરે લેતા પુત્રએ ફરિયાદ નોંધાવી

copy image

વિસનગર તાલુકાના કાજી અલિયસણા ગામમાં દેણપ જવાના રોડ ઉપર વાડામાંથી બહાર નીકળી રોડ પર સાઈડમાં ઉભા રહેલા મહિલાને પૂરપાટે આવી રહેલા કારના ચાલકે ઠોકરે મારતા મહિલાને ઇજાઓ થઈ હતી. જ્યાં મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટના અંગે મહિલાના પુત્રએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

વિસનગર તાલુકાના કાજીઅલિયસણા ગામના ચૌધરી કાન્તિભાઈ તેમના ભાઈ અને મમ્મી સાથે દેણપ જવાના રોડ પર આવેલ વાડામાં ગયા હતા. બધા ઘરે જવા વાડામાંથી બહાર નીકળ્યા તે દરમિયાન એમના મમ્મી રોડ પર સાઈડમાં ઊભા હતા ત્યારે વિસનગરથી દેણપ તરફ જતી ફોર વ્હીલના ચાલકે કાન્તિભાઈની મમ્મીને ઠોકર મારતાં રોડ પર પડી જતા ઇજાઓ થઈ હતી. ઇજાઓ થતા સારવાર માટે વિસનગરમાં નુંતન જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.કાર ચાલક ટક્કર મારી પલાયન થઈ જતા મહિલાના પુત્ર કાન્તિભાઈએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.